Job 37:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દક્ષિણના પવનને લીધે જ્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ જાય, ત્યારે તારાં વસ્ત્રો પણ ગરમ થઈ જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દક્ષિણના [વાયુ] થી પૃથ્વી શાંત થાય છે, ત્યારે તારાં વસ્ત્રો કેમ ગરમ બને છે [એ તું જાણે છે]?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી. તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે.