Job 39:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે 'વાહ!' તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રણશિંગડું વાગે ત્યારે તે જુસ્સાથી હણહણે છે, સેનાનાયકોના હોંકારા અને પડકારો અને ચાલી રહેલી લડાઈની તેને દૂરથી જ ગંધ આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે જ્યારે રણશિંગડું [વાગે] ત્યારે ત્યારે તે કહે છે, ‘વાહ!’ અને તેને દૂરથી યુદ્ધની વાસ આવે છે, સરદારોનો ધમકાર તથા હોકારા પણ [સાંભળે છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રણશિંગડાના નાદે નાદે એ હણહણે છે. યુદ્ધની ગંધ તેને દૂરથી આવે છે. સેનાપતિઓના હુકમો અને હકોટા એ સમજી જાય છે.