Job 41:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેને કોઈ તરવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ તેને તલવારનો ઝટકો મારે તો તેને કંઈ અસર થતી નથી; તેમજ ભાલો, બાણ કે બરછી - કોઈ શસ્ત્ર તેને ઈજા કરી શકશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ તેને તરવારથી ઝટકા મારે, તો તેમાં તેનું કંઈ વળે નહિ; તેમ જ ભાલો, તીર કે તીક્ષ્ણ બરછીનું પણ [કંઈ વળે નહિ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે. તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી.