Job 7:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હું મારું મુખ બંધ નહિ રાખું; મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું મૌન રહી શક્તો નથી. મારા અંતરની તીવ્ર વેદના જ મને બોલવા પ્રેરે છે, મારા પ્રાણની કડવાશ જ મારી પાસે ફરિયાદ કરાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે હું મારું મુખ બંધ નહિ રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુ:ખ રડીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મને મારો ઊભરો ઠાલવવા દો, મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ. હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.