Joel 1:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે. દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત, ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે. કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દ્રાક્ષાવેલા સુકાઈ ગયા છે, ને અંજીરી ચીમળાઈ ગઈ છે. દાડમડી તથા ખજૂરી પણ, તેમ જે સફરજનવૃક્ષ અને સીમનાં બધાં વૃક્ષ સુકાઈ ગયાં છે; કેમ કે માણસોમાંથી હર્ષનો લોપ થઈ ગયો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દ્રાક્ષની વેલીઓ સુકાઇ રહી છે, અંજીર સુકાઈ રહ્યાં છે. દાડમ, તાડ, સફરજન અને ખેતરમા બધાં વૃક્ષો સૂકાઇ ગયા છે. લોકોમાંથી આનંદ જતો રહ્યો છે.