Joel 1:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્ર ઉપવાસ કરો. અને ધાર્મિક સંમેલન ભરો, વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો, અને યહોવાહની આગળ વિલાપ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પવિત્ર ઉપવાસ કરો, ધાર્મિક સંમેલન ભરો, વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ભેગા કરો, ને યહોવાની સમક્ષ વિનંતી કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્ર ઉપવાસની જાહેરાત કરો. પવિત્રસભા બોલાવો, તમારા દેવ યહોવાના મંદિરમાં આગેવાનોને અને દેશવાસીઓને ભેગા કરો, અને યહોવા આગળ રૂદન કરો.