Joel 1:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું. કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે અને અગ્નિની જ્વાળાઓએ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, હું તમને પોકારું છું. કારણ, ચરિયાણ અને વૃક્ષો સુકાઈ ગયાં છે, જાણે કે અગ્નિમાં બાળી નંખાયાં ન હોય!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, હું તમને વિનંતી કરું છું, કેમ કે અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યાં છે, ને અગ્નિની જ્વાળાઓએ સીમનાં બધાં વૃક્ષોને બાળી નાખ્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, હું તમને બોલાવું છું, કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે.