Joel 1:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારી અંજીરી છોલી નાખી છે. તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે આપણા દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે અને આપણી અંજીરીઓ કરડી ખાધી છે. ડાળીઓ સફેદ દેખાય ત્યાં સુધી તેમણે તેમની છાલ ઉખાડી ખાધી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મારો દ્રાક્ષાવેલો બરબાદ કર્યો છે, ને મારી અંજીરી છોલી નાખી છે; તેણે તેને છેક બોડી કરીને તેને પાડી નાખી છે. તેની ડાળીઓને ધોળી કરી નાખી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ મારી દ્રાક્ષની લતાઓનો નાશ કર્યો છે અને અંજીર વૃક્ષો પર ફકત પાતળી ડાળીઓ છોડી છે. તેઓએ તેની છાલ સંપૂર્ણત: ઉતારી લીધી છે અને તેને બાજુમાં ફેંકી દીઘું છે. ડાળીઓ સફેદ દેખાય છે.