Joel 2:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકોને એકત્ર કરો; તેમને પવિત્રસભા માટે તૈયાર કરો: વૃદ્ધોને લાવો; બાળકોને એકત્ર કરો. અરે, ધાવણાં બાળકોને પણ લાવો. નવપરિણીત દંપતી પણ પોતાનાં ઘર છોડીને આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોકોને ભેગા કરો, પ્રજાને પાવન કરો, વડીલોને એકત્ર કરો, છોકરાંને તથા ધાવણાં બાળકોને ભેગાં કરો. વર પોતાના ઓરડામાંથી, ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો. વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ.