John 1:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને પૂછ્યું, "તો શું? શું તું એલિયા છે?" તેણે કહ્યું, "હું તે નથી." શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, 'ના.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેને પૂછયું, “તો તમે કોણ છો? એલિયા છો?” યોહાને જવાબ આપ્યો, “ના, હું તે પણ નથી.” વળી તેમણે પૂછયું, “શું તમે આવનાર સંદેશવાહક છો?” તેણે જવાબ આપ્યો, “ના.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને પૂછયું, “તો શું? તમે એલિયા છો?” તે કહે છે, “હું તે નથી.” “શું તમે તે [આવનાર] પ્રબોધક છો?” તેણે તેઓને ઉત્તર આપ્યો, “ના.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?” યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.” યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?” યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”