John 1:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, 'તમે શું શોધો છો?' તેઓએ તેમને કહ્યું, 'રાબ્બી 'એટલે ગુરુજી,' તમે ક્યાં રહો છો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ પાછા વળીને તેમને પોતાની પાછળ આવતા જોઈને પૂછયું, “તમે શું શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “રાબ્બી, (આ શબ્દનો અર્થ ‘ગુરુજી’ થાય છે) તમે ક્યાં વસો છો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછયું, “તમે શું શોધો છો?” તેઓએ તેમને કહ્યું, “રાબ્બી (જેનો અર્થ ગુરુ થાય છે), તમે કયાં રહો છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?” તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)