John 1:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે તેઓને કહ્યું કે, 'આવી અને જુઓ.' માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેમને કહ્યું, “આવીને જુઓ.” તેથી તેઓ તેમની સાથે ગયા અને તે ક્યાં વસતા હતા તે જોયું અને બાકીનો દિવસ તેમની સાથે ગાળ્યો. ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે તેઓને કહ્યું, “આવીને જુઓ.” માટે તેઓ ગયા, અને તે જ્યાં રહેતા હતા તે સ્થળ જોયું; અને તે દિવસે તેઓ તેમની સાથે રહ્યા. તે વખતે આશરે દશમી હોરા થઈ હતી. (એટલે બપોર પછી ચાર વાગ્યા હતા.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.