John 1:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, 'મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢયો, અને તેને કહ્યું, “અમને મસીહ અર્થાત્ ખ્રિસ્ત મળ્યા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે, “મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત છે તે) અમને મળ્યા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)