John 1:51 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તેને કહે છે, “હું તમને ખચીત કહું છું કે, તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઊતરતા જોશો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”