John 11:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ કહ્યું કે, 'પથ્થરને ખસેડો.' મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, 'પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ આજ્ઞા કરી, “પથ્થર ખસેડો.” મરનારની બહેન માર્થાએ જવાબ આપ્યો, “પ્રભુ, હવે તો તેની દુર્ગંધ આવશે, તેને દફનાવ્યાને આજે ચાર દિવસ થયા છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈસુ કહે છે, “પથ્થરને ખસેડો.” મરનારની બહેન માર્થા તેમને કહે છે, “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમ કે આજે તેને ચાર દિવસ થયા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.” માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ) ની બહેન હતી.