John 12:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તેઓ આંખોથી દેખે નહિ, અંતઃકરણથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન જડ કર્યા છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઈશ્વરે તેમની આંખો આંધળી કરી છે, અને તેમનાં મન જડ બનાવ્યાં છે; જેથી તેમની આંખો જોશે નહિ, અને તેમનાં મનથી તેઓ સમજશે નહિ, અને તેઓ સાજા થવા માટે મારી તરફ પાછા ફરશે નહિ, એમ ઈશ્વર કહે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દેવે લોકોને આંધળા બનાવ્યા. દેવે તેમનાં મન જડ કર્યા દેવે આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.”