John 13:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ 'પણ જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’