John 13:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુ કહે છે કે, 'હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.' પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ જવાબ આપ્યો, “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ તે જ.” પછી તેમણે રોટલીનો એક ટુકડો લીધો, રસામાં બોળ્યો અને સિમોનના પુત્ર યહૂદા ઈશ્કારિયોતને આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે ઈસુ ઉત્તર આપે છે “હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો.