John 13:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, 'જે તું કરવાનો છે, તે જલદી કર.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેવો તેણે રોટલીનો ટુકડો લીધો કે તરત તેનામાં શેતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, “જે કરવાનો હોય તે જલદી કર.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોળિયો [લીધા] પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!”