John 13:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પિતર તેમને કહે છે કે, 'હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.' ઈસુએ તેને કહ્યું કે, 'જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”