John 14:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુ તેને કહે છે કે, 'ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, 'અમને પિતા દેખાડો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે, તો પછી તું શા માટે કહે છે કે, ‘અમને પિતાનાં દર્શન કરાવો?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈસુ તેને કહે છે, “ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા બતાવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ?