John 16:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે હરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એવો સમય આવે છે, અરે, આવી ચૂક્યો છે, જ્યારે તમે સૌ મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વિખરાઈ જશો. પરંતુ હું એકલો નથી. કારણ, પિતા મારી સાથે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.