John 17:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને હવે હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પરંતુ તેઓ દુનિયામાં છે; હે પવિત્ર પિતા, જે નામ તમે મને આપ્યું છે તે નામના સામર્થ્યથી તમે તેમનું રક્ષણ કરો; જેથી જેમ તમે અને હું એક છીએ, તેમ તેઓ પણ એક થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવેથી હું જગતમાં [રહેવાનો] નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તમારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તે [નામ] દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ.