John 18:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, 'શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?' તેણે નકાર કરતાં કહ્યું કે, 'હું નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિમોન પિતર હજી ત્યાં તાપતો ઊભો હતો. તેથી બીજાઓએ તેને કહ્યું, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો નથી?” પણ પિતરે એનો ઇનકાર કરતાં કહ્યું, “ના, હું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછયું, “શું તું પણ એમના શિષ્યોમાંનો એક છે?” તેણે નકાર કરીને કહ્યું, “હું નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?” પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”