John 18:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પિલાત તેને કહે છે કે, 'સત્ય શું છે?' જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પિલાતે પૂછયું, “સત્ય શું છે?” પછી પિલાત બહાર યહૂદીઓ પાસે પાછો ગયો અને તેમને કહ્યું, “એને સજાપાત્ર ઠરાવી શકાય તે માટે મને કોઈ કારણ મળતું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પિલાત તેમને કહે છે, સત્ય શું છે?” એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો, અને તેઓને કહે છે, “મને તો તેનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિલાતે કહ્યું, “સત્ય શું છે?” જ્યારે પિલાતે આ કહ્યું, તે ફરીથી યહૂદિઓ સાથે બહાર ગયો. પિલાતે યહૂદિઓને કહ્યું, “આ માણસમાં તેની સામેનો કોઈ આક્ષેપ મૂકવા જેવું મને કંઈ લાગતું નથી.