John 19:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'શું તું મને કશું કહેતો નથી?' શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પિલાતે તેને કહ્યું, “તું મારી સાથે પણ નહિ બોલે? તને ખબર નથી કે તને મુક્ત કરવાની અને તને ક્રૂસે જડવાની પણ મને સત્તા છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે પિલાત તેમને કહે છે, શું તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે, અને તને વધસ્તંભે જડાવવાનો અધિકાર પણ મને છે, એ શું તું જાણતો નથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”