John 19:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ બાબતો બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો પાર્થિવ દેહ ઉતારીને લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પછી આરીમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ, તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી, તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ બિના બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે ઈસુનો એક શિષ્‍ય હતો, પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય બન્યો હતો, તેણે ઈસુનું શબ લઈ જવાની પિલાત પાસે રજા માંગી. અને પિલાતે રજા આપી, તેથી તેણે આવીને તેમનું શબ ઉતારી લીધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.