John 19:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, 'હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પિલાતે ફરીથી બહાર આવીને ટોળાને કહ્યું, “જુઓ, હું તેને અહીં તમારી પાસે બહાર લાવું છું; જેથી તમે પણ જાણો કે તેને સજાપાત્ર ઠરાવવાનું કંઈ કારણ મને મળતું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે, “જુઓ મને એનામાં કંઈ ગુનો માલૂમ પડતો નથી, એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.”