John 19:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના કપડાંમાં લપેટ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બન્‍નેએ ઈસુનું શબ લઈને તેને સુગંધીદાર મસાલો લગાડેલાં અળસી રેસાનાં વસ્ત્રોમાં લપેટયું; કારણ, યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું શબ લઈને, તેને સુગંધીદ્રવ્ય લગાડીને, શણના વસ્‍ત્રમાં લપેટયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.)