John 19:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો, જેમાં વપરાયા વગરની એક નવી જ કબર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે જ્યાં તે વધસ્તંભે જડાયા હતા, તે સ્થળે એક વાડી હતી; અને તે વાડીમાં એક નવી કબર હતી કે, જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી.