John 19:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુખ્ય યજ્ઞકારો અને સંરક્ષકોએ તેમને જોયા એટલે બૂમ પાડતાં કહ્યું, “તેને ક્રૂસે જડી દો! તેને ક્રૂસે જડી દો.” પિલાતે તેમને કહ્યું, “તમે પોતે જ લઈ જઈને એને ક્રૂસે જડી દો; કારણ, તેને સજાપાત્ર ઠરાવવાનું કોઈ કારણ મને મળતું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાઈઓએ તેમને જોયા ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું, “એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “તમે પોતે એને લઈને વધસ્તંભે જડો; કેમ કે મને તો એનામાં કંઈ પણ ગુનો માલૂમ પડતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!” પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”