John 2:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ઝીણી દોરીઓનો ચાબુક બનાવ્યો અને ઘેટાં અને પશુઓ સાથે બધાંને મંદિરમાંથી હાંકી કાઢયા, શરાફોના ગલ્લા ઊથલાવી પાડયા અને તેમના સિક્કા વેરવિખેર કરી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં તથા ગોધા સહિત, મંદિરમાંથી કાઢી મૂકયાં. નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને બાજઠો ઊંધા વાળ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો. પછી ઈસુએ આ બધા માણસોને, ઘેટાંઓને, અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ. ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં.