John 20:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સપ્તાહને પ્રથમ દિવસે વહેલી સવારે હજુ તો અંધારું હતું તેવામાં માગદાલાની મિર્યામ કબરે ગઈ. તેણે જોયું કે કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે અઠવાડિયાને પહેલે [દિવસે] વહેલી સવારે અંધારું હતું એવામાં મગ્દલાની મરિયમ કબર આગળ આવી, ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો.