John 21:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, 'પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?' ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશાં ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછયું હતું, “પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે?” તે બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”)