John 21:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, 'આ તો પ્રભુ છે!' જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો) અને સમુદ્રમાં કૂદી પડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેણે પિતરને કહ્યું, “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પિતરે એ સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો; અને સરોવરમાં કૂદી પડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો, તે પિતરને કહે છે, “એ તો પ્રભુ છે.” જયારે સિમોન પિતરે સાંભળ્યું કે, ‘એ તો પ્રભુ છે’, ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો), અને સમુદ્રમાં કૂદી પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો.