John 3:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે ઉપરથી ઊતરી આવે છે તે સૌથી મહાન છે. જે પૃથ્વી પરનો છે તે પૃથ્વીનો છે, અને પૃથ્વીની વાતો કહે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે સર્વોપરી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે. જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે, અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર‌ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે.