John 5:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, 'પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માંદા માણસે જવાબ આપ્યો, “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને સ્નાનાગારમાં ઉતારવા કોઈ હોતું નથી, અને જ્યારે હું જાતે જ અંદર ઊતરવા કોશિશ કરું છું, ત્યારે બીજો જ કોઈ મારી પહેલાં ઊતરી પડે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માંદાએ તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”