John 7:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં.