John 7:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, 'જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ.