John 8:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે આ પૃથ્વી પરના છો, જ્યારે હું ઉપરથી આવ્યો છું. તમે આ દુનિયાના છો, પરંતુ હું આ દુનિયાનો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે તેઓને કહ્યું, “તમે નીચેના છો, હું ઉપરનો છું, તમે આ જગતના છો, હું આ જગતનો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી.