John 8:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદીઓએ તેમને કહ્યું, 'તને ભૂત વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન (શબ્દ) પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદીઓએ તેમને કહ્યું, “હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહામ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશવાહકો મરણ પામ્યા અને છતાં પણ તું કહે છે, ‘જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદીઓએ તેમને કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે. પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’