John 9:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, 'તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;' પણ બીજાઓએ કહ્યું કે, 'પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?' એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેટલાએક ફરોશીઓએ કહ્યું, “આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો નથી, કારણ, તે વિશ્રામવાર પણ પાળતો નથી.” બીજાઓએ કહ્યું, “પાપી માણસ આવાં અદ્ભુત કાર્યો કેવી રીતે કરી શકે?” એમ તેમનામાં પક્ષ પડી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું, “તે માણસ ઈશ્વરની પાસેથી [આવ્યો] નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે?” એમ તેઓમાં બે પક્ષ પડયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.” બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.