John 9:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને કહ્યું કે, "તું જઈને આંખોને શિલોઆહ એટલે 'મોકલેલા' ના હોજમાં ધો." તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ [અર્થાત મોકલેલા] ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને [ઘેર] આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.