Jonah 1:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, "હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે પ્રભુને પોકાર કર્યો: “હે પ્રભુ, અમે તમને વિનવીએ છીએ કે આ માણસના મોતને લીધે અમારો નાશ કરતા નહિ, નિર્દોષની હત્યા કરવા સંબંધી તમે અમને દોષિત ગણશો નહિ. કારણ, તમે જ તમારી ઇચ્છા પ્રમાણે આ બધું કર્યું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી તેઓએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા અમારા પર એવી કૃપા કરો કે, આ માણસના મરણને લીધે અમારો નાશ ન થાય, ને અમારે શિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂક્શો નહિ; કેમ કે, હે યહોવા જેમ તમને સારું લાગ્યું તેમ તમે કર્યું છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.”