Jonah 1:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, "આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?" તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને શોધી કાઢીએ કે કોને લીધે આપણા પર આ આફત આવી પડી છે.” તેવું કરતાં યોનાનું નામ નીકળ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે સર્વે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને કારણે આપણા પર આ વિઘ્ન આવ્યું છે.” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ને ચિઠ્ઠી યૂનાના નામની નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઇએ કે કોને લીધે આપણા પર આ વિધ્ન આવ્યું છે.” આથી તેમણે ચિઠ્ઠીઓ નાખી અને યૂનાની પસંદગી થઇ.