Joshua 1:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી પત્નીઓ, તમારાં નાનાં બાળકો અને તમારાં ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે. પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તમારી પત્નીઓ, તમારાં બાળકો અને તમારાં ઢોરઢાંક મોશેએ તમને યર્દન નદીની પૂર્વ બાજુએ આપેલા પ્રદેશમાં રહે, પણ તમારામાંના સર્વ લડવૈયા પુરુષોએ તો શસ્ત્રસજ્જ થઈને તમારા ઇઝરાયલી બધુંઓને યુદ્ધમાં મદદ કરવા નદી ઓળંગી આગળ જવાનું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં તમારી પત્નીઓ, તમારાં બાળકો, તથા તમારાં ઢોરઢાંક રહે. પણ તમે સર્વ બળવાન તથા બહાદુર પુરુષોએ શસ્ત્ર સજીને તમારા ભાઈઓની આગળ પેલી તરફ જઈને તેઓને સહાય કરવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી.