Joshua 1:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"મારો સેવક, મૂસા મરણ પામ્યો છે. તેથી હવે તું તથા આ સર્વ લોક ઊઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને એટલે કે ઇઝરાયલના લોકોને હું આપું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું, “મારો સેવક મોશે મૃત્યુ પામ્યો છે. માટે હવે તું તથા સર્વ ઇઝરાયલી લોકો સજ્જ થાઓ અને હું તમને જે દેશ આપવાનો છું તેમાં યર્દન નદી ઊતરીને જાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“મારો સેવક મૂસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પ્રજાને, આપું છું તેમાં આ યર્દન ઊતરીને જાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા.