Joshua 10:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ જેમ યરીખો અને તેના રાજા સાથે કર્યું હતું તે જ પ્રમાણે તેણે આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે. અને તેણે સાંભળ્યું કે, કેવી રીતે ગિબ્યોનના લોકોએ ઇઝરાયલ સાથે સુલેહ કર્યો અને તેઓની મધ્યે રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે યરુશાલેમના રાજા અદોનીસેદેકે સાંભળ્યું કે યહોશુઆએ આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે અને આયના તથા તેના રાજાના હાલ યરીખોના તથા તેના રાજાના હાલ જેવા કર્યા છે; વળી, ગિબ્યોનના લોકોએ પણ ઇઝરાયલીઓ સાથે સલાહશાંતિ કરી લીધાં છે અને તેઓ તેમની સાથે રહે છે, તે પણ તેના સાંભળવામાં આવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે એમ થયું કે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આય કબજે કરીને તેનો નાશ કર્યો છે; અને જેમ તેણે યરીખોને ને તેના રાજાને કર્યું હતું, તેમ આયને ને તેના રાજાને પણ કર્યું છે; અને ગિબ્યોનના રહેવાસીઓ ઇઝરાયલની સાથે સલાહ કરીને તેઓની ભેગા રહે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે યરૂશાલેમના રાજા અદોની સદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આયનગર કબજે કર્યુ છે અને તેણે જેમ યરીખોનો અને તેના રાજાનો નાશ કર્યો હતો તેમ આયનગરનો અને તેના રાજાનો પણ નાશ કર્યો છે, અને ગિબયોનની પ્રજાએ ઇસ્રાએલ સાથે શાંતિકરાર કરીને તેમની સાથે રહેવા માંડયું છે.