Joshua 10:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જયારે તેઓ તે રાજાઓને યહોશુઆ પાસે લાવ્યા ત્યારે તેણે ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના સરદારો જેઓ તેની સાથે યુદ્ધમાં ગયા હતા તેઓને કહ્યું, "તમારા પગ તેઓની ગરદનો પર મૂકો." તેઓએ આવીને પોતાના પગ તેમની ગરદનો પર મૂક્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે રાજાઓને યહોશુઆ પાસે તેઓ લાવ્યા, ત્યારે એમ થયું કે, યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના જે સરદારો તેની સાથે ગયા હતા તેઓને તેણે કહ્યું, “પાસે આવીને તમારા પગ આ રાજાઓની ગરદનો પર મૂકો.” અને તેઓએ પાસે આવીને પોતાના પગ તેઓની ગરદનો પર મૂકયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.