Joshua 10:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે સૂર્યાસ્ત થયો, ત્યારે યહોશુઆએ હુકમ આપ્યો અને તેઓએ તેમને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓને નાખ્યા. તેઓએ ગુફાના મુખ પર મોટા પથ્થરો મૂક્યા, તે આજદિન સુધી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૂર્યાસ્તને સમયે યહોશુઆએ એમનાં શબ ઉતારી લઈને તેઓ જ્યાં સંતાયા હતા તે જ ગુફામાં નાખી દેવા હુકમ કર્યો. એ ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા; જે આજે પણ ત્યાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સૂર્યાસ્ત થવાને સમયે એમ થયું કે, યહોશુઆએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ તેઓને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓએ તેઓને નાખ્યા, ને ગુફાના મોં પર મોટા પથ્થરો મૂક્યા, જે આજ સુધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સૂર્યાસ્ત થવાના સમયે તેઓના મૃતદેહોને જાડ પરથી ઉતાર્યા અને તેઓ જે ગુફામાં સંતાઈ રહ્યાં હતા તેમાં ફેંકી દીધાં, પછી ગુફાના મુખદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા, જે આજે પણ છે.